ટાઈમ ઝોનની પસંદગી

તમારા કમ્પ્યુટરની ભૌતિક સ્થિતિ પસંદ કરીને તમારો ટાઈમ ઝોન સુયોજિત કરો.

આંતરિક નક્શા પર, કોઈ ચોક્કસ શહેર પર ક્લિક કરો (પીળા ટપકાં દ્વારા ચિહ્નિત થયેલ) અને લાલ X દેખાશે જે તમારી પસંદગી બતાવશે.

તમે તમારી જોઈતી ટાઈમ ઝોનની પસંદગી જગ્યાઓની યાદીને સરકાવીને પણ મેળવી શકો છો.

તમે સિસ્ટમ ઘડિયાળ UTC વાપરે છે વિકલ્પ પણ પસંદ કરી શકો છો.(UTC, અથવા Coordinated Universal Time, તમારી સિસ્ટમને યોગ્ય રીતે daylight-saving સમયને નિયંત્રિત કરવાની પરવાનગી આપે છે.) જો તમારા કમ્પ્યુટરનું હાર્ડવેર ઘડિયાળ UTC સાથે સુયોજિત હોય, તો તમારો સ્થાનિક સમય સુયોજિત કરવાની જગ્યાએ આને પસંદ કરો.